-->

Tuesday, 14 July 2020

Dard Ane Dua


પ્રકરણ-૨ : હરસ, ઝરતા મસા, રકતાર્શ, અર્શ, સૂકા મસા, લોહી પડતા મસા
૧) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

અજમો (એક પ્રકારના તીખાશવાળા બીયા) અને અખરોટ ખાવાથી હરસનો રોગ મટી જાય છે કારણ કે અજમો અને અખરોટ બંને સાથે મળીને હરસને બાળી નાખે છે, ગંદી હવાનો નિકાલ કરે છે અને પેટને નરમ તથા કિડની (મૂત્રપિંડ)ને ગરમ બનાવે છે.

૨) હઝરત લુકમાન (અ.સ.)એ પોતાના દીકરાને પા’ખાના (લેટરીન, ટોઇલેટ, શૌચાલય)ના દરવાજા ઉપર (નીચે મુજબ) લખવાનો હુકમ આપ્યો હતો :

પા’ખાના (લેટરીન, ટોઇલેટ, શૌચાલય)માં વધારે સમય બેસી રહેવાથી હરસ થાય છે.

૩) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

એ વ્યક્તિ જે માટી ખાય છે, તે સફેદ ડાઘ અને હરસથી પીડાશે. ઘણા બધા રોગો તેને ઘેરી લેશે અને તેના પગની શક્તિ ઘટવા લાગશે. માટી ખાવા પહેલા કરેલા સારા કાર્યોને રદ કરવામાં આવશે અને તેના સારા કાર્યો આ કામ પછી ગણવામાં આવશે. પરિણામે તે ઘણા બધા અઝાબ (સજા)નો ભોગ બનશે.

૪) ઘણી રીવાયતોમાં આ વર્ણન આપવામાં આવ્યું છે :                        Source Link

તરહ (ગુન્દના) ખાવાથી હરસ મટી જાય છે.

- તરહ (ગુન્દના) : એક પ્રકારની તરકારી જે લસણ જેવી દેખાય છે.

૫) હદીસે મઅસૂમ (અ.મુ.સ.) છે :

ચાવલ અને ‘કચ્ચા ખૂરમા’ (કાચી ખજૂર) હરસને દૂર કરે છે.

૬) કોઇ શખ્સે ઇમામ અલીરઝા (અ.સ.)ને હરસની બિમારીની ફરીયાદ કરી.

આપ (અ.સ.)એ ફરમાવ્યું :

‘સૂરે યાસીન’ મધ વડે લખી ધોઇ નાખો અને પી જાવ.

Dard Ane Dua


૨૫) ઇમામ અલીરઝા (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સની આંખોની જોવાની શક્તિ કમજોર પડી ગઇ હોય, તેના માટે જરૂરી છે કે સૂતી વખતે ચાર ‘સલાઇઆ’ જમણી આંખમાં અને ત્રણ ‘સલાઇઆ’ ડાબી આંખમાં લગાવ્યા કરે.

- સલાઇઆ : સૂરમો લગાવવાની પાતળી સળી, જે એલ્યુમિનિયમ કે સીસા વગેરેની હોય છે. તે સૂરમાદાની/સૂરમાની બોટલ સાથે જ આવે છે.

- ચાર સલાઇઆ : ચાર વખત સળી વડે સૂરમો લગાવવો.
                                                                                                        Source Link
- તીન સલાઇઆ : ત્રણ વખત સળી વડે સૂરમો લગાવવો.

૨૬) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

આંખોની બિમારી અંગે કોઇ ફરીયાદ હોય તેવા સમયે માછલી ખાવાથી નુકસાન પહોંચે છે. જમી લીધા પછી હાથ ધોઇને આંખો ઉપર ફેરવી લેવાથી આંખનું દર્દ થતું નથી. તેજ રીતે ગુરૂવારે અને શુક્રવારે નખ કાપવાથી અને મૂછોને કતરવાથી આંખોના દર્દ અને બિમારીથી સુરક્ષિત રહી શકાય છે.

૨૭) એક શખ્સે ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ને આંખનું તેજ અને રોશની ઓછી થઇ જવા અંગે ફરીયાદ કરી તેમજ એમ પણ જણાવ્યું કે રાત્રિના સમયે તેને કંઇ દેખાતું નથી.

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

‘અલ્લાહો નુરૂસ્સમાવાતે વલ અર્ઝ...’ આ આખી આયત કોઇ ગ્લાસ કે વાસણ ઉપર કેટલીક વખત લખી લો અને પછી તેને પાણીથી ધોઇને કોઇ બોટલમાં ભરી લો. એકસો (૧૦૦) વખત તેમાંથી સૂરમો લગાવવાની પાતળી સળી વડે લગાવી લો.

તે શખ્સ કહે છે કે એકસો વખત લગાવવાનું પૂરૂં કરૂં તે પહેલા મારી રોશની અને આંખોનું તેજ પાછું આવી ગયું.

૨૮) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જો કોઇ અંધ વ્યક્તિ અલ્લાહ પાસેથી અંધાપાના બદલાની અપેક્ષા રાખે અને જો તે એહલેબૈત (અ.મુ.સ.)નો ચાહક હોય, તો જયારે તે અલ્લાહને મળશે, તેના કોઇ ગુનાહો બાકી નહિ રહે.

૨૯) ભરોસાપાત્ર હદીસોમાં વર્ણન છે કે :

કાળા બુટ (શુઝ) ન પહેરો, કારણ કે તે આંખોની જોવાની શક્તિને નબળી પાડી દે છે, સંભોગશક્તિ (સેકસની તાકત)ને કમજોર કરી નાખે છે તેમજ રંજ અને ગમ પેદા કરે છે.

પીળા બુટ (શુઝ) પહેરવા જોઇએ, કારણ કે તેનાથી આંખોની જોવાની શક્તિ (દ્રષ્ટિ)માં વધારો થાય છે.

૩૦) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

મોજા પહેરવાથી આંખોનું નુર વધે છે.

૩૧) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

સૂતી વખતે સૂરમો લગાવવાથી આંખોમાંથી પાણી નીકળતું નથી.

Dard Ane Dua



૧૮) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સ દર ગુરૂવારે નખ કપાવ્યા કરશે, તેની ઔલાદની આંખો નહિ દુઃખે....

૧૯) ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સની આંખો દુઃખતી હોય, તેણે સહી યકીનની સાથે આયતુલ કુરસી પઢી લેવી જોઇએ, ચોકકસ રાહત થઇ જશે.

૨૦) ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :                Source Link

મીસ્વાક (બ્રશ / દાંતણ કરવું) આંખોને નુરાની બનાવે છે.

૨૧) ઇમામ અલીરઝા (અ.સ.) ફરમાવે છે :

મીસ્વાક (બ્રશ/દાંતણ કરવું) આંખની દ્રષ્ટિને તેજ બનાવે છે, વાળને ઉગાડે છે અને આંખોના પાણીને દૂર કરે છે.

૨૨) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

જો કોઇ કુરઆનને જોઇને પઢે, તો તેની આંખો તેજ થશે તેમજ તેના માતા-પિતાની સજામાં ઘટાડો થશે, ભલેને પછી તેઓ મોઅમીન ન પણ હોય.

૨૩) ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)એ સલમાન ફારસી (ર.અ.) અને અબુઝર ગફફારી (ર.અ.)ને ફરમાવ્યું :

આંખો દુઃખતી હોય, તેવા સમયે ડાબા પડખે સૂવાથી અને ખજૂર (ખારેક) ખાવાથી દૂર રહેવું.

૨૪) હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ફરમાવે છે :

‘દમ્બલાન’ જન્નતનું ઘાસ છે અને તેનો રસ આંખના દર્દ માટે લાભદાયક છે.

- દમ્બલાન : એક પ્રકારનું ઘાસ

Dard Ane Dua



૧૫) ઇમામ અલીરઝા (અ.સ.)એ એક શખ્સને આંખના દુખાવામાં સપડાયેલો જોયો.

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

શું તુ ચાહો છો કે હું તને એવી બાબત જણાવું કે જેના કરવાથી કદી આંખો ન દુઃખે?

તેણે કહ્યું : અય રસૂલેખુદા (સ.અ.વ.)ના ફરઝંદ ! જરૂર જણાવો !

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :
                                                                                Source Link
ગુરૂવારે નખ કાપી લેવા.

તે શખ્સે આ આદેશ મુજબ અમલ કર્યો, તેની આંખમાં કદી દુખાવો ન થયો.

૧૬) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જે દર ગુરૂવારે નખ કાપી લેશે, તેની આંખો કદી નહિ દુખે.

૧૭) હઝરત રસૂલેખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

જે શખ્સ જુમ્આના દિવસે પોતાના નખ કપાવે, તો અલ્લાહ તઆલા તેની આંગળીઓમાંથી દર્દને દૂર કરે છે અને તેની જગ્યાએ તેમાં તંદુરસ્તી દાખલ કરે છે અને જે શખ્સ શનિવારે અથવા ગુરૂવારે નખ અથવા મુછો કતરાવે છે, તો તેને દાંત અને આંખના દર્દથી રક્ષણ મળે છે.

Dard Ane Dua



૧૦) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

મીસ્વાક (બ્રશ / દાંતણ કરવા)થી આંખોની રોશની વધે છે અને આંખોમાંથી પાણી નીકળવાની બિમારી થતી અટકે છે.

૧૧) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :                        Source Link

માથાના વાળ બિલ્કુલ મુંડાવી નાખવા જોઇએ, જેથી વાળના મુળમાં મેલ પેદા ન થાય તેમજ તેમાં જુ પેદા ન થાય, ઉપરાંત વાળ મુંડાવાથી ગરદન જાડી થાય છે અને આંખોની રોશની વધે છે તથા શરીરને આરામ મળે છે.

૧૨) ઇમામ મુસા કાઝીમ (અ.સ.) ફરમાવે છે :

જયારે માથાના વાળ વધી જાય છે, તો આંખો કમજોર થઇ જાય છે તેમજ તેની રોશની ઓછી થઇ જાય છે, અને જયારે માથુ મુંડાવી નાખવામાં આવે છે, તો આંખોની રોશની વધી જાય છે.

૧૩) હઝરત રસૂલેખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

જે શખ્સ બુધવારે અને ગુરૂવારે મુછો અને નખ કતરાવે, તે દાંત અને આંખના દર્દથી સુરક્ષિત રહેશે.

૧૪) ઇમામ જાફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

જુમ્આના દિવસે નખ કાપવાથી વાળ ખરી પડવાની બિમારી, કોઢ અને અંધાપા સામે રક્ષણ મળે છે, અને જો નખ કાપવાની જરૂરત ન હોય, તો ઘસી જરૂર લેવું જોઇએ, જેથી તેના કેટલાક કણો ખરી જાય.

Dard Ane Dua


૯) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

મીસ્વાક (બ્રશ / દાંતણ કરવા)ના બાર (૧૨) ફાયદા છે :

- પયગમ્બરોની સુન્નત છે.

- મોં સાફ થાય છે.

- આંખોની રોશની વધે છે.

- ખુદાની ખુશનુદીનું કારણ છે.                                    Source Link

- બલગમ (કફ) દૂર થાય છે.

- યાદશક્તિ વધે છે.

- દાંત સફેદ બને છે.

- નેક કાર્યોનો સવાબ અનેક ગણો વધી જાય છે.

- દાંતોની નબળાઇ દૂર કરે છે અને તેને પડી જતા અટકાવે છે.

- દાંતના મૂળ મજબૂત બને છે.

- ભૂખ સાચી અને વધારે લાગે છે.

- ફરિશ્તા મીસ્વાક કરનાર પ્રત્યે વધારે ખુશ થાય છે.

Dard Ane Dua



૭) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

સૂરમો લગાવવાથી મોંઢામાં ખુશ્બુ પેદા થાય છે અને પાંપણો મજબૂત બને છે.

૮) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :                    Source Link

જમી લીધા પછી હાથ ધોઇ લો, ત્યારે ભીના હાથને પાંપણો ઉપર ફેરવી લો, તેનાથી આંખના દર્દથી સુરક્ષિત રહેશો.

Dard Ane Dua



૬) હઝરત અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :            Source Link

અલ્લાહનો ઝીક્ર (યાદ) આંખોને નૂરાની અને દિલોને આકર્ષક (મોહબ્બતને પાત્ર) બનાવે છે.

Dard Ane Dua





૫) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :
                                                                                Source Link
જે શખ્સ કોઇની છીંકનો અવાજ સાંભળીને અલ્લાહના વખાણ કરે તથા પયગમ્બર (સ.અ.વ.) અને તેમના એહલેબૈત (અ.મુ.સ.) ઉપર દુરૂદ મોકલે, તો તે આંખ અને દાંતના દુખાવાથી સુરક્ષિત રહેશે.

Dard Ane Dua




૪) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

- સૂરમો લગાવવાથી નવી પાંપણો નીકળે છે, આંખનું તેજ વધે છે અને સજદાને લંબાણ (તૂલ) આપવામાં મદદ મળે છે.                                                Source Link

- સૂરમો આંખોને તેજ આપે છે, પાંપણો પેદા કરે છે અને આંખોમાંથી પાણી નીકળતુ અટકાવે છે.

Dard Ane Dua

૩) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

- તમારા માટે મીસ્વાક (બ્રશ) કરવું જરૂરી છે કારણ કે તેનાથી આંખનું તેજ વધે છે અને તેજ રીતે સુરમો લગાવવો જરૂરી છે કારણ કે તેનાથી મોંઢામાં ખુશ્બુ પેદા થાય છે.

- મીસ્વાક (બ્રશ) કરવાથી બલગમ (કફ) નીકળી જાય છે અને દીમાગ તથા આંખો તરફનું વધારાનું પાણી નીકળી જાય છે, જેના કારણે આંખોની રોશની વધે છે.                    Source Link
- સૂરમો લગાવવાથી આંખોનું વધારાનું પાણી નીકળતુ અટકી જાય છે અને મોંઢાના રસ્તે નીકળે છે, જેના કારણે મોંઢામાં ખુશ્બુ પેદા થાય છે.

Dard Ane Dua



૨) હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ફરમાવે છે :

‘ખિઝાબ’ માટે ખર્ચ કરવામાં આવતો એક દીરહમ અલ્લાહ માટે (અન્ય રીતે) ખર્ચ કરવામાં આવતા એક હજાર દીરહમ કરતા બહેતર છે.

ખિઝાબના ૧૪ ફાયદા છે :

૧) કાનની બહેરાશ દૂર કરે છે.

૨) આંખનું તેજ વધે છે.

૩) નાકની ખુશ્કી (સૂકાપણું) દૂર કરે છે.

૪) મોંઢામાં ખુશ્બુ પેદા કરે છે.

૫) પેઢા મજબૂત બનાવે છે.
                                                                                                Source Link
૬) બગલની દુર્ગંધ (બદબૂ) દૂર થાય છે.

૭) શૈતાનનો વસવસો ઓછો થાય છે.

૮) ફરીશ્તાઓની ખુશનુદીનું કારણ છે.

૯) મોઅમીનો ખુશ થાય છે.

૧૦) કાફિરો બળતરા અનુભવે છે.

૧૧) શણગાર પણ છે.

૧૨) ખુશ્બુ પણ છે.

૧૩) કબ્રના અઝાબથી મુક્તિનું કારણ છે.

૧૪) મુન્કીર અને નકીર માટે (પૂછપરછ વખતે) શરમાવવાનું કારણ છે.

- ‘ખિઝાબ’ : કોઇ તેલ કે પાઉડર વડે વાળ કાળા કરવા, વાળ રંગવાની પ્રક્રિયા, વાળ રંગવા માટેની દવા, તેલ, પાઉડર કે મહેંદી

Dard Ane Dua


પ્રકરણ-૧ : આંખનું તેજ ઓછું હોવું, રાત્રે ઓછું દેખાવું, ચશ્માના નંબર વધારે હોવા, આંખો દુઃખવી, આંખોમાંથી પાણી નીકળવા, અંધાપો, મોતિયો, કેટલાક રંગો ન પારખી શકાય તેવો નેત્ર રોગ, વર્ણાન્ધતા, આંજળી, રતાંધળાપણું
૧) મુફઝઝલ ઇબ્ને ઉમર કહે છે કે મેં ઇમામ જાફર સાદીક (અ.સ.)ને આંખના દુખાવાની ફરીયાદ કરી.

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :                        Source link

જમી લીધા પછી હાથ ધોઇ લો, ત્યારે ભીના હાથને આંખની ભમર અને પાપણો ઉપર ફેરવી લેવો અને ત્રણ વખત પઢવું : ‘અલ હમ્દો લિલ્લાહીલ મોહસેનીલ મુજમેલીલ મુનએમીલ મુફઝઝીલ’

મુફઝઝલ કહે છે કે જયારથી મેં ઇમામ (અ.સ.)ના આ કથન ઉપર અમલ કર્યો છે, ત્યારથી મારી આંખ કયારેય દુઃખી નથી.


ઉસુલે કાફી


ઉસુલે કાફી

પ્રકરણ : ૧ - કિતાબ અલ અકલ વલ જહલ

(૧) ઇમામે મોહમ્મદ બાકર (અ.સ.)થી રિવાયત છે કે જ્યારે અલ્લાહે અક્કલને પૈદા કરી તો એને બોલવાની, સાંભળવાની શક્તિ આપીને ફરમાવ્યું:

“આગળ આવ”. તે આગળ આવી. પછી કહ્યું “પાછળ હટ” તે પાછળ હટી ગઇ. પછી ફરમાવ્યું : “મારી ઇઝઝત અને જલાલના સોગંદ ! મેં તારાથી વધીને કોઇ પ્રિય વસ્તુ પૈદા નથી કરી. હું તને એ શખ્સમાં સંપૂર્ણ (કામિલ) કરીશ જેને હું મિત્ર રાખું છું. હું તારા પાકટ થવા પર નેકીની આજ્ઞા અને બુરાઇથી બચવાની ઘોષણા કરૂં છું અને બદલો (સવાબ) આપું છું.”

મજકુર હદીસમાં બતાડવામાં આવ્યું છે કે અક્કલ (માનવ બુદ્ઘિ) ધોરણ છે. જ્યાં સુધી અક્કલ પરિપકવ ન થાય ત્યાં સુધી અલ્લાહની આજ્ઞાઓ (એહકામ)નો સંબંધ માનવીથી નથી થતો.
                                                Source Link
બીજું અહીં અક્કલથી અર્થ તદબીરી સર્જન નહિ પણ તકદીરી (ખલ્ક) કહેવાયું છે. ત્રીજું અક્કલની ખરી વ્યાખ્યા એ છે કે જ્યાં આગળ વધવાની આજ્ઞા કરવામાં આવે ત્યાં આગળ વધે. જ્યાં પાછળ હટવાનો હુકમ છે ત્યાં પાછળ હટે. ચોથું અક્કલની પરાકાષ્ટા (કમાલ)નો નમુનો અમ્બિયા, રસૂલો અને અઇમ્મએ તાહેરીન (અ.મુ.સ.) છે જેમની અક્કલો જન્મથી જ સંપૂર્ણ હોય છે. પાંચમું અલ્લાહની નઝદીક સર્વથી વ્હાલું સર્જન તે અક્કલ છે કારણ કે તે અલ્લાહની ઓળખનું માઘ્યમ છે. છઠું માનવી માટે દરેક અન્ય સર્જનો પર સર્વોપરિતા (ફઝીલત)નું મૂળ કારણ તે આ અક્કલ જ છે.

Monday, 6 November 2017

SAMBHAL NA ZAINAB -M.ASQARI





SAMBHAL NA ZAINAB  HAI......... 







SAMBHAL NA ZAINAB  HAI
SAMBHAL NA ZAINAB
CHOD KARMAI JA RAHAHU MERI SAKINA. 

KARRAHAHU MAI BAYAN SHAME GARIBA KA MANZAR
DAR RAHI THI ANE KO MERE LASHE PAR DUKHTAR....(2)
CHIN GAI RIDA E LUT GAI BALIYAAN.

SAMBHAL NA ZAINAB   HAI 
SAMBHAL NA ZAINAB
CHOD KARMAI JA RAHAHU MERI SAKINA. 

KAMSINI KYA HOTI HAI YE SARA ZAMANA JANTA HAI
CHAR SALA MERI BACCHI PE SITAM YE HOTA HAI....(2)
SHAB KO MANGA HAI ISE YE NA BHULNA.

SAMBHAL NA ZAINAB   HAI 
SAMBHAL NA ZAINAB
CHOD KARMAI JA RAHAHU MERI SAKINA. 

SAYYADE SAJJAD KO MARENGE DURRE AADA
HAI MERA BIMAR BETA SEH NA PAEGA SAKTIYA....(2)
TUM REHNA SATH USKE DENE DILASA.


SAMBHAL NA ZAINAB  HAI 
SAMBHAL NA ZAINAB
CHOD KARMAI JA RAHAHU MERI SAKINA. 

ADAT USKO HAI MERE SINE PE SONI KI
UTH NA JAE RAATO KO DAR DAR KE KAMSIN BACCHI....(2)
BAITHNA USKE SARHANE RATO KO JAGNA.

SAMBHAL NA ZAINAB  HAI 
SAMBHAL NA ZAINAB
CHOD KARMAI JA RAHAHU MERI SAKINA. 

YAAD ME BABA KE USKO AYEGI ZINDA ME QAZA
SATH LEKER JAEGI WO REHAI KE ARMA....(2)
MAA KO USKI TUM SAMBHALO SADMA HAI TESRA.

SAMBHAL NA ZAINAB  HAI 
SAMBHAL NA ZAINAB
CHOD KARMAI JA RAHAHU MERI SAKINA. 

GAM BADA HAI “ASQARI” KYA QAYAMAT AGAI
CHAR SALA BACCHI PEYE KYA MUSIBAT DHAI GAI....(2)
BIMAR SUGRA KO TUM YENA BATANA.

SAMBHAL NA ZAINAB  HAI 
SAMBHAL NA ZAINAB
CHOD KARMAI JA RAHAHU MERI SAKINA. 




Friday, 10 April 2015

PDF Library

Downloads


In the Name of Allah, the Beneficent, the Merciful
and His Peace and Blessings be upon His Final Messenger, the Holy Prophet Muhammad (sawa) and his purified progeny, and may Allah (swt) revoke His Mercy from the enemies and oppressors of His Prophet and his progeny, from now until the end of time.
Peace be upon on those who follow the guidance.
We hope that all can benefit from this library and the books found therein, and ask all whom visit for their prayers and suggestions as to how to better enhance their experience, as well as to share this page with family and friends so that the teachings of the Holy Prophet (sawa) and His Ahlul-Bayt (as) may be spread further and the true Islam may be known.
Please note: the views and information present in the PDFs do not necessarily completely reflect the beliefs, opinions or stances of those running the site, nor do we claim that all information found therein is correct and/or authentic. We seek refuge with Allah (swt) from deviation and ask Him to not hold us accountable should there be any error in the presented materials [God forbid]. Any shortcomings are from us and all good is from Allah (swt), the Almighty. We ask readers to be critical and objective when reading, lest they be deviated by wolves in Shi’a clothing.

The following are links that the reader can hopefully benefit from: