-->

Tuesday 14 July 2020

Dard Ane Dua



૧૫) ઇમામ અલીરઝા (અ.સ.)એ એક શખ્સને આંખના દુખાવામાં સપડાયેલો જોયો.

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

શું તુ ચાહો છો કે હું તને એવી બાબત જણાવું કે જેના કરવાથી કદી આંખો ન દુઃખે?

તેણે કહ્યું : અય રસૂલેખુદા (સ.અ.વ.)ના ફરઝંદ ! જરૂર જણાવો !

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :
                                                                                Source Link
ગુરૂવારે નખ કાપી લેવા.

તે શખ્સે આ આદેશ મુજબ અમલ કર્યો, તેની આંખમાં કદી દુખાવો ન થયો.

૧૬) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જે દર ગુરૂવારે નખ કાપી લેશે, તેની આંખો કદી નહિ દુખે.

૧૭) હઝરત રસૂલેખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

જે શખ્સ જુમ્આના દિવસે પોતાના નખ કપાવે, તો અલ્લાહ તઆલા તેની આંગળીઓમાંથી દર્દને દૂર કરે છે અને તેની જગ્યાએ તેમાં તંદુરસ્તી દાખલ કરે છે અને જે શખ્સ શનિવારે અથવા ગુરૂવારે નખ અથવા મુછો કતરાવે છે, તો તેને દાંત અને આંખના દર્દથી રક્ષણ મળે છે.

No comments: