-->

Tuesday 14 July 2020

Dard Ane Dua



૧૮) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સ દર ગુરૂવારે નખ કપાવ્યા કરશે, તેની ઔલાદની આંખો નહિ દુઃખે....

૧૯) ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સની આંખો દુઃખતી હોય, તેણે સહી યકીનની સાથે આયતુલ કુરસી પઢી લેવી જોઇએ, ચોકકસ રાહત થઇ જશે.

૨૦) ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :                Source Link

મીસ્વાક (બ્રશ / દાંતણ કરવું) આંખોને નુરાની બનાવે છે.

૨૧) ઇમામ અલીરઝા (અ.સ.) ફરમાવે છે :

મીસ્વાક (બ્રશ/દાંતણ કરવું) આંખની દ્રષ્ટિને તેજ બનાવે છે, વાળને ઉગાડે છે અને આંખોના પાણીને દૂર કરે છે.

૨૨) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

જો કોઇ કુરઆનને જોઇને પઢે, તો તેની આંખો તેજ થશે તેમજ તેના માતા-પિતાની સજામાં ઘટાડો થશે, ભલેને પછી તેઓ મોઅમીન ન પણ હોય.

૨૩) ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)એ સલમાન ફારસી (ર.અ.) અને અબુઝર ગફફારી (ર.અ.)ને ફરમાવ્યું :

આંખો દુઃખતી હોય, તેવા સમયે ડાબા પડખે સૂવાથી અને ખજૂર (ખારેક) ખાવાથી દૂર રહેવું.

૨૪) હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ફરમાવે છે :

‘દમ્બલાન’ જન્નતનું ઘાસ છે અને તેનો રસ આંખના દર્દ માટે લાભદાયક છે.

- દમ્બલાન : એક પ્રકારનું ઘાસ

No comments: