-->

Tuesday 14 July 2020

Dard Ane Dua


૨૫) ઇમામ અલીરઝા (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સની આંખોની જોવાની શક્તિ કમજોર પડી ગઇ હોય, તેના માટે જરૂરી છે કે સૂતી વખતે ચાર ‘સલાઇઆ’ જમણી આંખમાં અને ત્રણ ‘સલાઇઆ’ ડાબી આંખમાં લગાવ્યા કરે.

- સલાઇઆ : સૂરમો લગાવવાની પાતળી સળી, જે એલ્યુમિનિયમ કે સીસા વગેરેની હોય છે. તે સૂરમાદાની/સૂરમાની બોટલ સાથે જ આવે છે.

- ચાર સલાઇઆ : ચાર વખત સળી વડે સૂરમો લગાવવો.
                                                                                                        Source Link
- તીન સલાઇઆ : ત્રણ વખત સળી વડે સૂરમો લગાવવો.

૨૬) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

આંખોની બિમારી અંગે કોઇ ફરીયાદ હોય તેવા સમયે માછલી ખાવાથી નુકસાન પહોંચે છે. જમી લીધા પછી હાથ ધોઇને આંખો ઉપર ફેરવી લેવાથી આંખનું દર્દ થતું નથી. તેજ રીતે ગુરૂવારે અને શુક્રવારે નખ કાપવાથી અને મૂછોને કતરવાથી આંખોના દર્દ અને બિમારીથી સુરક્ષિત રહી શકાય છે.

૨૭) એક શખ્સે ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ને આંખનું તેજ અને રોશની ઓછી થઇ જવા અંગે ફરીયાદ કરી તેમજ એમ પણ જણાવ્યું કે રાત્રિના સમયે તેને કંઇ દેખાતું નથી.

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

‘અલ્લાહો નુરૂસ્સમાવાતે વલ અર્ઝ...’ આ આખી આયત કોઇ ગ્લાસ કે વાસણ ઉપર કેટલીક વખત લખી લો અને પછી તેને પાણીથી ધોઇને કોઇ બોટલમાં ભરી લો. એકસો (૧૦૦) વખત તેમાંથી સૂરમો લગાવવાની પાતળી સળી વડે લગાવી લો.

તે શખ્સ કહે છે કે એકસો વખત લગાવવાનું પૂરૂં કરૂં તે પહેલા મારી રોશની અને આંખોનું તેજ પાછું આવી ગયું.

૨૮) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જો કોઇ અંધ વ્યક્તિ અલ્લાહ પાસેથી અંધાપાના બદલાની અપેક્ષા રાખે અને જો તે એહલેબૈત (અ.મુ.સ.)નો ચાહક હોય, તો જયારે તે અલ્લાહને મળશે, તેના કોઇ ગુનાહો બાકી નહિ રહે.

૨૯) ભરોસાપાત્ર હદીસોમાં વર્ણન છે કે :

કાળા બુટ (શુઝ) ન પહેરો, કારણ કે તે આંખોની જોવાની શક્તિને નબળી પાડી દે છે, સંભોગશક્તિ (સેકસની તાકત)ને કમજોર કરી નાખે છે તેમજ રંજ અને ગમ પેદા કરે છે.

પીળા બુટ (શુઝ) પહેરવા જોઇએ, કારણ કે તેનાથી આંખોની જોવાની શક્તિ (દ્રષ્ટિ)માં વધારો થાય છે.

૩૦) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

મોજા પહેરવાથી આંખોનું નુર વધે છે.

૩૧) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

સૂતી વખતે સૂરમો લગાવવાથી આંખોમાંથી પાણી નીકળતું નથી.

No comments: