પ્રકરણ-૨ : હરસ, ઝરતા મસા, રકતાર્શ, અર્શ, સૂકા મસા, લોહી પડતા મસા
૧) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :
અજમો (એક પ્રકારના તીખાશવાળા બીયા) અને અખરોટ ખાવાથી હરસનો રોગ મટી જાય છે કારણ કે અજમો અને અખરોટ બંને સાથે મળીને હરસને બાળી નાખે છે, ગંદી હવાનો નિકાલ કરે છે અને પેટને નરમ તથા કિડની (મૂત્રપિંડ)ને ગરમ બનાવે છે.
૨) હઝરત લુકમાન (અ.સ.)એ પોતાના દીકરાને પા’ખાના (લેટરીન, ટોઇલેટ, શૌચાલય)ના દરવાજા ઉપર (નીચે મુજબ) લખવાનો હુકમ આપ્યો હતો :
પા’ખાના (લેટરીન, ટોઇલેટ, શૌચાલય)માં વધારે સમય બેસી રહેવાથી હરસ થાય છે.
૩) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :
એ વ્યક્તિ જે માટી ખાય છે, તે સફેદ ડાઘ અને હરસથી પીડાશે. ઘણા બધા રોગો તેને ઘેરી લેશે અને તેના પગની શક્તિ ઘટવા લાગશે. માટી ખાવા પહેલા કરેલા સારા કાર્યોને રદ કરવામાં આવશે અને તેના સારા કાર્યો આ કામ પછી ગણવામાં આવશે. પરિણામે તે ઘણા બધા અઝાબ (સજા)નો ભોગ બનશે.
તરહ (ગુન્દના) ખાવાથી હરસ મટી જાય છે.
- તરહ (ગુન્દના) : એક પ્રકારની તરકારી જે લસણ જેવી દેખાય છે.
૫) હદીસે મઅસૂમ (અ.મુ.સ.) છે :
ચાવલ અને ‘કચ્ચા ખૂરમા’ (કાચી ખજૂર) હરસને દૂર કરે છે.
૬) કોઇ શખ્સે ઇમામ અલીરઝા (અ.સ.)ને હરસની બિમારીની ફરીયાદ કરી.
આપ (અ.સ.)એ ફરમાવ્યું :
‘સૂરે યાસીન’ મધ વડે લખી ધોઇ નાખો અને પી જાવ.
No comments:
Post a Comment