-->

Tuesday 14 July 2020

Dard Ane Dua



૧૦) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

મીસ્વાક (બ્રશ / દાંતણ કરવા)થી આંખોની રોશની વધે છે અને આંખોમાંથી પાણી નીકળવાની બિમારી થતી અટકે છે.

૧૧) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :                        Source Link

માથાના વાળ બિલ્કુલ મુંડાવી નાખવા જોઇએ, જેથી વાળના મુળમાં મેલ પેદા ન થાય તેમજ તેમાં જુ પેદા ન થાય, ઉપરાંત વાળ મુંડાવાથી ગરદન જાડી થાય છે અને આંખોની રોશની વધે છે તથા શરીરને આરામ મળે છે.

૧૨) ઇમામ મુસા કાઝીમ (અ.સ.) ફરમાવે છે :

જયારે માથાના વાળ વધી જાય છે, તો આંખો કમજોર થઇ જાય છે તેમજ તેની રોશની ઓછી થઇ જાય છે, અને જયારે માથુ મુંડાવી નાખવામાં આવે છે, તો આંખોની રોશની વધી જાય છે.

૧૩) હઝરત રસૂલેખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

જે શખ્સ બુધવારે અને ગુરૂવારે મુછો અને નખ કતરાવે, તે દાંત અને આંખના દર્દથી સુરક્ષિત રહેશે.

૧૪) ઇમામ જાફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

જુમ્આના દિવસે નખ કાપવાથી વાળ ખરી પડવાની બિમારી, કોઢ અને અંધાપા સામે રક્ષણ મળે છે, અને જો નખ કાપવાની જરૂરત ન હોય, તો ઘસી જરૂર લેવું જોઇએ, જેથી તેના કેટલાક કણો ખરી જાય.

No comments: