-->

Tuesday 14 July 2020

ઉસુલે કાફી


ઉસુલે કાફી

પ્રકરણ : ૧ - કિતાબ અલ અકલ વલ જહલ

(૧) ઇમામે મોહમ્મદ બાકર (અ.સ.)થી રિવાયત છે કે જ્યારે અલ્લાહે અક્કલને પૈદા કરી તો એને બોલવાની, સાંભળવાની શક્તિ આપીને ફરમાવ્યું:

“આગળ આવ”. તે આગળ આવી. પછી કહ્યું “પાછળ હટ” તે પાછળ હટી ગઇ. પછી ફરમાવ્યું : “મારી ઇઝઝત અને જલાલના સોગંદ ! મેં તારાથી વધીને કોઇ પ્રિય વસ્તુ પૈદા નથી કરી. હું તને એ શખ્સમાં સંપૂર્ણ (કામિલ) કરીશ જેને હું મિત્ર રાખું છું. હું તારા પાકટ થવા પર નેકીની આજ્ઞા અને બુરાઇથી બચવાની ઘોષણા કરૂં છું અને બદલો (સવાબ) આપું છું.”

મજકુર હદીસમાં બતાડવામાં આવ્યું છે કે અક્કલ (માનવ બુદ્ઘિ) ધોરણ છે. જ્યાં સુધી અક્કલ પરિપકવ ન થાય ત્યાં સુધી અલ્લાહની આજ્ઞાઓ (એહકામ)નો સંબંધ માનવીથી નથી થતો.
                                                Source Link
બીજું અહીં અક્કલથી અર્થ તદબીરી સર્જન નહિ પણ તકદીરી (ખલ્ક) કહેવાયું છે. ત્રીજું અક્કલની ખરી વ્યાખ્યા એ છે કે જ્યાં આગળ વધવાની આજ્ઞા કરવામાં આવે ત્યાં આગળ વધે. જ્યાં પાછળ હટવાનો હુકમ છે ત્યાં પાછળ હટે. ચોથું અક્કલની પરાકાષ્ટા (કમાલ)નો નમુનો અમ્બિયા, રસૂલો અને અઇમ્મએ તાહેરીન (અ.મુ.સ.) છે જેમની અક્કલો જન્મથી જ સંપૂર્ણ હોય છે. પાંચમું અલ્લાહની નઝદીક સર્વથી વ્હાલું સર્જન તે અક્કલ છે કારણ કે તે અલ્લાહની ઓળખનું માઘ્યમ છે. છઠું માનવી માટે દરેક અન્ય સર્જનો પર સર્વોપરિતા (ફઝીલત)નું મૂળ કારણ તે આ અક્કલ જ છે.

No comments: