-->

Tuesday 14 July 2020

Dard Ane Dua


પ્રકરણ-૨ : હરસ, ઝરતા મસા, રકતાર્શ, અર્શ, સૂકા મસા, લોહી પડતા મસા
૧) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

અજમો (એક પ્રકારના તીખાશવાળા બીયા) અને અખરોટ ખાવાથી હરસનો રોગ મટી જાય છે કારણ કે અજમો અને અખરોટ બંને સાથે મળીને હરસને બાળી નાખે છે, ગંદી હવાનો નિકાલ કરે છે અને પેટને નરમ તથા કિડની (મૂત્રપિંડ)ને ગરમ બનાવે છે.

૨) હઝરત લુકમાન (અ.સ.)એ પોતાના દીકરાને પા’ખાના (લેટરીન, ટોઇલેટ, શૌચાલય)ના દરવાજા ઉપર (નીચે મુજબ) લખવાનો હુકમ આપ્યો હતો :

પા’ખાના (લેટરીન, ટોઇલેટ, શૌચાલય)માં વધારે સમય બેસી રહેવાથી હરસ થાય છે.

૩) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

એ વ્યક્તિ જે માટી ખાય છે, તે સફેદ ડાઘ અને હરસથી પીડાશે. ઘણા બધા રોગો તેને ઘેરી લેશે અને તેના પગની શક્તિ ઘટવા લાગશે. માટી ખાવા પહેલા કરેલા સારા કાર્યોને રદ કરવામાં આવશે અને તેના સારા કાર્યો આ કામ પછી ગણવામાં આવશે. પરિણામે તે ઘણા બધા અઝાબ (સજા)નો ભોગ બનશે.

૪) ઘણી રીવાયતોમાં આ વર્ણન આપવામાં આવ્યું છે :                        Source Link

તરહ (ગુન્દના) ખાવાથી હરસ મટી જાય છે.

- તરહ (ગુન્દના) : એક પ્રકારની તરકારી જે લસણ જેવી દેખાય છે.

૫) હદીસે મઅસૂમ (અ.મુ.સ.) છે :

ચાવલ અને ‘કચ્ચા ખૂરમા’ (કાચી ખજૂર) હરસને દૂર કરે છે.

૬) કોઇ શખ્સે ઇમામ અલીરઝા (અ.સ.)ને હરસની બિમારીની ફરીયાદ કરી.

આપ (અ.સ.)એ ફરમાવ્યું :

‘સૂરે યાસીન’ મધ વડે લખી ધોઇ નાખો અને પી જાવ.

Dard Ane Dua


૨૫) ઇમામ અલીરઝા (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સની આંખોની જોવાની શક્તિ કમજોર પડી ગઇ હોય, તેના માટે જરૂરી છે કે સૂતી વખતે ચાર ‘સલાઇઆ’ જમણી આંખમાં અને ત્રણ ‘સલાઇઆ’ ડાબી આંખમાં લગાવ્યા કરે.

- સલાઇઆ : સૂરમો લગાવવાની પાતળી સળી, જે એલ્યુમિનિયમ કે સીસા વગેરેની હોય છે. તે સૂરમાદાની/સૂરમાની બોટલ સાથે જ આવે છે.

- ચાર સલાઇઆ : ચાર વખત સળી વડે સૂરમો લગાવવો.
                                                                                                        Source Link
- તીન સલાઇઆ : ત્રણ વખત સળી વડે સૂરમો લગાવવો.

૨૬) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

આંખોની બિમારી અંગે કોઇ ફરીયાદ હોય તેવા સમયે માછલી ખાવાથી નુકસાન પહોંચે છે. જમી લીધા પછી હાથ ધોઇને આંખો ઉપર ફેરવી લેવાથી આંખનું દર્દ થતું નથી. તેજ રીતે ગુરૂવારે અને શુક્રવારે નખ કાપવાથી અને મૂછોને કતરવાથી આંખોના દર્દ અને બિમારીથી સુરક્ષિત રહી શકાય છે.

૨૭) એક શખ્સે ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ને આંખનું તેજ અને રોશની ઓછી થઇ જવા અંગે ફરીયાદ કરી તેમજ એમ પણ જણાવ્યું કે રાત્રિના સમયે તેને કંઇ દેખાતું નથી.

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

‘અલ્લાહો નુરૂસ્સમાવાતે વલ અર્ઝ...’ આ આખી આયત કોઇ ગ્લાસ કે વાસણ ઉપર કેટલીક વખત લખી લો અને પછી તેને પાણીથી ધોઇને કોઇ બોટલમાં ભરી લો. એકસો (૧૦૦) વખત તેમાંથી સૂરમો લગાવવાની પાતળી સળી વડે લગાવી લો.

તે શખ્સ કહે છે કે એકસો વખત લગાવવાનું પૂરૂં કરૂં તે પહેલા મારી રોશની અને આંખોનું તેજ પાછું આવી ગયું.

૨૮) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જો કોઇ અંધ વ્યક્તિ અલ્લાહ પાસેથી અંધાપાના બદલાની અપેક્ષા રાખે અને જો તે એહલેબૈત (અ.મુ.સ.)નો ચાહક હોય, તો જયારે તે અલ્લાહને મળશે, તેના કોઇ ગુનાહો બાકી નહિ રહે.

૨૯) ભરોસાપાત્ર હદીસોમાં વર્ણન છે કે :

કાળા બુટ (શુઝ) ન પહેરો, કારણ કે તે આંખોની જોવાની શક્તિને નબળી પાડી દે છે, સંભોગશક્તિ (સેકસની તાકત)ને કમજોર કરી નાખે છે તેમજ રંજ અને ગમ પેદા કરે છે.

પીળા બુટ (શુઝ) પહેરવા જોઇએ, કારણ કે તેનાથી આંખોની જોવાની શક્તિ (દ્રષ્ટિ)માં વધારો થાય છે.

૩૦) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

મોજા પહેરવાથી આંખોનું નુર વધે છે.

૩૧) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

સૂતી વખતે સૂરમો લગાવવાથી આંખોમાંથી પાણી નીકળતું નથી.

Dard Ane Dua



૧૮) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સ દર ગુરૂવારે નખ કપાવ્યા કરશે, તેની ઔલાદની આંખો નહિ દુઃખે....

૧૯) ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

જે શખ્સની આંખો દુઃખતી હોય, તેણે સહી યકીનની સાથે આયતુલ કુરસી પઢી લેવી જોઇએ, ચોકકસ રાહત થઇ જશે.

૨૦) ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :                Source Link

મીસ્વાક (બ્રશ / દાંતણ કરવું) આંખોને નુરાની બનાવે છે.

૨૧) ઇમામ અલીરઝા (અ.સ.) ફરમાવે છે :

મીસ્વાક (બ્રશ/દાંતણ કરવું) આંખની દ્રષ્ટિને તેજ બનાવે છે, વાળને ઉગાડે છે અને આંખોના પાણીને દૂર કરે છે.

૨૨) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

જો કોઇ કુરઆનને જોઇને પઢે, તો તેની આંખો તેજ થશે તેમજ તેના માતા-પિતાની સજામાં ઘટાડો થશે, ભલેને પછી તેઓ મોઅમીન ન પણ હોય.

૨૩) ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)એ સલમાન ફારસી (ર.અ.) અને અબુઝર ગફફારી (ર.અ.)ને ફરમાવ્યું :

આંખો દુઃખતી હોય, તેવા સમયે ડાબા પડખે સૂવાથી અને ખજૂર (ખારેક) ખાવાથી દૂર રહેવું.

૨૪) હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ફરમાવે છે :

‘દમ્બલાન’ જન્નતનું ઘાસ છે અને તેનો રસ આંખના દર્દ માટે લાભદાયક છે.

- દમ્બલાન : એક પ્રકારનું ઘાસ

Dard Ane Dua



૧૫) ઇમામ અલીરઝા (અ.સ.)એ એક શખ્સને આંખના દુખાવામાં સપડાયેલો જોયો.

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

શું તુ ચાહો છો કે હું તને એવી બાબત જણાવું કે જેના કરવાથી કદી આંખો ન દુઃખે?

તેણે કહ્યું : અય રસૂલેખુદા (સ.અ.વ.)ના ફરઝંદ ! જરૂર જણાવો !

ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :
                                                                                Source Link
ગુરૂવારે નખ કાપી લેવા.

તે શખ્સે આ આદેશ મુજબ અમલ કર્યો, તેની આંખમાં કદી દુખાવો ન થયો.

૧૬) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

જે દર ગુરૂવારે નખ કાપી લેશે, તેની આંખો કદી નહિ દુખે.

૧૭) હઝરત રસૂલેખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

જે શખ્સ જુમ્આના દિવસે પોતાના નખ કપાવે, તો અલ્લાહ તઆલા તેની આંગળીઓમાંથી દર્દને દૂર કરે છે અને તેની જગ્યાએ તેમાં તંદુરસ્તી દાખલ કરે છે અને જે શખ્સ શનિવારે અથવા ગુરૂવારે નખ અથવા મુછો કતરાવે છે, તો તેને દાંત અને આંખના દર્દથી રક્ષણ મળે છે.

Dard Ane Dua



૧૦) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

મીસ્વાક (બ્રશ / દાંતણ કરવા)થી આંખોની રોશની વધે છે અને આંખોમાંથી પાણી નીકળવાની બિમારી થતી અટકે છે.

૧૧) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :                        Source Link

માથાના વાળ બિલ્કુલ મુંડાવી નાખવા જોઇએ, જેથી વાળના મુળમાં મેલ પેદા ન થાય તેમજ તેમાં જુ પેદા ન થાય, ઉપરાંત વાળ મુંડાવાથી ગરદન જાડી થાય છે અને આંખોની રોશની વધે છે તથા શરીરને આરામ મળે છે.

૧૨) ઇમામ મુસા કાઝીમ (અ.સ.) ફરમાવે છે :

જયારે માથાના વાળ વધી જાય છે, તો આંખો કમજોર થઇ જાય છે તેમજ તેની રોશની ઓછી થઇ જાય છે, અને જયારે માથુ મુંડાવી નાખવામાં આવે છે, તો આંખોની રોશની વધી જાય છે.

૧૩) હઝરત રસૂલેખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

જે શખ્સ બુધવારે અને ગુરૂવારે મુછો અને નખ કતરાવે, તે દાંત અને આંખના દર્દથી સુરક્ષિત રહેશે.

૧૪) ઇમામ જાફર સાદીક (અ.સ.) ફરમાવે છે :

જુમ્આના દિવસે નખ કાપવાથી વાળ ખરી પડવાની બિમારી, કોઢ અને અંધાપા સામે રક્ષણ મળે છે, અને જો નખ કાપવાની જરૂરત ન હોય, તો ઘસી જરૂર લેવું જોઇએ, જેથી તેના કેટલાક કણો ખરી જાય.

Dard Ane Dua


૯) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :

મીસ્વાક (બ્રશ / દાંતણ કરવા)ના બાર (૧૨) ફાયદા છે :

- પયગમ્બરોની સુન્નત છે.

- મોં સાફ થાય છે.

- આંખોની રોશની વધે છે.

- ખુદાની ખુશનુદીનું કારણ છે.                                    Source Link

- બલગમ (કફ) દૂર થાય છે.

- યાદશક્તિ વધે છે.

- દાંત સફેદ બને છે.

- નેક કાર્યોનો સવાબ અનેક ગણો વધી જાય છે.

- દાંતોની નબળાઇ દૂર કરે છે અને તેને પડી જતા અટકાવે છે.

- દાંતના મૂળ મજબૂત બને છે.

- ભૂખ સાચી અને વધારે લાગે છે.

- ફરિશ્તા મીસ્વાક કરનાર પ્રત્યે વધારે ખુશ થાય છે.

Dard Ane Dua



૭) ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે :

સૂરમો લગાવવાથી મોંઢામાં ખુશ્બુ પેદા થાય છે અને પાંપણો મજબૂત બને છે.

૮) ઇમામ જાફરે સાદીક (અ.સ.) ફરમાવે છે :                    Source Link

જમી લીધા પછી હાથ ધોઇ લો, ત્યારે ભીના હાથને પાંપણો ઉપર ફેરવી લો, તેનાથી આંખના દર્દથી સુરક્ષિત રહેશો.